હવેલી

આ હવેલી બંધાવનાર સ્વ.ઠકકર ગોકુલદાસ નથુભાઈ તથા તેમના ધર્મપત્ની કમરબાઈ ના ચિરન્જીવી રણછોડદાસ તથા કાનજીભાઈ ઠકકર હતા. હવેલીના મુખ્ય દાતા જેમના હસ્તક જયંતીલાલ રણછોડદાસ
રાજપોપટ તથા કલ્યાણજી કાનજીભાઈ રાજપોપટ હતા. આ હવેલી ના સૌપ્રથમ પુજારી (મુખ્યાજી)
તરીકે ગોકુલનાથજી બાવાને અર્પણ કરી હતી અને તેમને સેવા કરવાનો હકક ગીરધરલાલ ભવાનીશંકર
મહેતાને આપેલ, જે હાલની તકે સેવા-પુજા કરી રહયા છે.

અહીં હવેલીમાં સાતેય સમાના દર્શન થાય છે. સવારમાં મંગળાના દર્શન થાય છે. સવારમા મંગળના દર્શન, શ્રુંગાર ત્યારબાદ ગ્વાલ દર્શન, ભીતરમાં રાજભોગ ત્યારપછી સાંજે ઉત્થાપન, ભોગ, શયન આરતી થાય છે. આ હવેલી આશરે ૮૦-૮૫ વર્ષ જુની છે. અહીં હવેલીમાં હિંડોળા દર્શન તેમજ ઉત્સવ-સામૈયા તેમજ જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉત્સવની ઉજવણી થાય છે તેમજ મહાપ્રભુજીની જન્મ જયંતી ને દિવસે રથયાત્રા તેમજ ભજન કિર્તન પણ હોય છે. અન્નકુટ તેમજ તુલસી વિવાહ ને દિવસે ખુબજ માનવ મહેરામણ ઉમટી પડે છે.આ હવેલીની અંદર શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજે છે તેમજ ગોદમાં ગિરીરાજજી બિરાજેછે. બન્ને બાજુ શ્રી બાલકૃષ્ણ લાલજી બિરાજે છે. આ ગામમાં વૈષ્ણવ સંપ્રદાયના ૪૦૦ કુંટુંબ વસે છે.