સન્યાસ આશ્રમ (શ્રી વિશ્વનાથ મહાદેવ)

ગુરુ-શિવવિભૂતિ સ્વરૂપ પૂ. જગદીશશ્વરાનંદ સ્વામી તેમનો જન્મ જસદણ પાસેના ભડલી ગામમાં તા. ૨-૧૧-૧૯૧૦ પ્રેરણાગુરુ બ્રહ્મનિષ્ઠ યોગી પૂ. નથુરામ શર્મા વિદ્યાભ્યાસ દરમ્યાન જ આશ્રમના આધ્યાત્મિક વાતાવરણ અને નિત્યકર્મમાં મનને પરોવ્યું. પૂર્ણ શિવભકત, એકાંતપ્રિય બાળકો માટે એક આદર્શ પૂરો પાડનારા બ્રહમનિષ્ઠ યોગી એવા દીન-દુ:ખિયાના બેલી હતા.

પરમહંસ સંન્યાસ આશ્રમમાં સરળ અને સાદગીપૂર્ણ જીવનશૈલીને વરેલા શિવરામબાપુની નિષ્ઠામાં વેદાંત જ્ઞાન પામ્યા, તેઓને જે સ્વપ્ન આવ્યું તે પણ સન્યસ્ત જીવનને અજવાળતું હતું.સન્યસ્ત જીવન ધારણ કર્યા પછી જગદીશ્વરાનંદ સરસ્વતી નામ ધારણ કર્યુ. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી પણ સત્સંગ કરવા નારી આશ્રમે પધારતા, તેમના બે શિષ્યો સ્વામી નિર્દોષાનંદજી અને સ્વરૂપાનંદજી, તેમણે નારી, ચોગઠ, ટીંબી, શિહોર, ઢસા ગામે આશ્રમની સ્થાપનાઓ કરી.

બ્રહમસાક્ષાત્કાર અર્થે સિદ્ધાસનમાં બેસતા ત્યારે ભાવ વિભોર અવસ્થામાં બોલી ઊઠતા કે ” અહો ! આ બધું શિવતત્વથી પરિપૂર્ણ છે, આ સર્વ સ્વરૂપ ચિદાકાશ હું જ છું.” આવા યોગી સંત સ્વામી એકલસંગાનંદજી સાથે ધોળા ગામની વાડીમાં ઝૂંપડી બનાવી ને રહ્યા. વલ્લભીપુર સ્વામી નિત્યાનંદ બાપુને મળવા ગયેલા પછીથી વીરનગર આવી પહોંચેલા આવા શિવસ્વરૂપ નિમગ્ન સંત તા. ૩૧-૧૦-૧૯૮૩ આસો વદ-૧૦ ના રોજ શિહોર મુકામે બ્રહમલીન થયા. સ્વામી જગદીશ્વરાનંદજી ના સમર્થ શિષ્ય એવા સ્વામી નિર્દોષાનંદજી મહારાજ.

તેમણે ગુરુ વિચાર પરપંરા અને શિવ બ્રહ્મનિષ્ઠ જીવન પ્રણાલિને આગળ ધપાવી. સૌરાષ્ટ્રમાં ૧૮ જગ્યાએ આવા આશ્રમો કર્યા એટલું જ નહીં લોક કલ્યાણ અર્થે, લોકો સદજીવન જીવે, જીવન બરબાદ કરનારા વ્યસનોથી દૂર રહે તેની હિમાયત કરી. તદુપરાંત ઢસા, ટીંબી, જેવા સ્થળોએ દીન દુ:ખિયાઓ માટે હોસ્પિટલ પ્રસ્થાપિત કરી જે વર્તમાન સમયને સપૂર્ણ સાથર્કતા બક્ષે છે.