શ્રી સ્વામીનારાયણ મંદિર (પુરૂષો માટે)

જયારે મંદિર બંધાયું ત્યારે આગેવાન હરિ ભક્તોમાં નાથાભાઇ જે. દેવાણી તથા જાદવજી દામોદર જીણાભાઇ વિઠ્ઠલાણી, કાનજીભાઇ રામજીભાઇ સોની તથા માવજીભાઈ વશરામભાઈ ઠુંમર વગેરે હરિભક્તો હતા. પુરૂષોના મંદિરની પ્રતિષ્ઠા તા.૨૦/૯/૧૯૮૭ ના રોજ થઈ હતી.

બહેનોના મંદિરમા ૧૯ માં પ.પૂ. શાસ્ત્રી ધર્મપ્રકાશ સ્વામી માણાવદર હસ્તે બનેલ અને મૂર્તિ પ્રતિષ્ઠા પણ તેઓના હસ્તે થયેલ છે. બહેનોનું મંદિર પૂર્વ સદગુરૂ ગોપાનાથજી પુરાણી સ્વામીએ બનાવેલ અહીં પણ સેવાભાવથી કાર્ય થાય છે કોઇપણ પગારદાર નોકર નથી અને ફંડફાળો પણ લેવામાં આવતો નથી. સ્ત્રી ભકતો સેવાભાવથી જ કાર્ય કરે છે અને પૂજા પાઠ કરે છે. બહેનોનું મંદિર જે અત્યારે છે તે પ.પૂ. શાસ્ત્રી ધર્મપ્રકાશ દાસજીએ બનાવેલ છે તેની સ્થાપના તા.૨૪-૭-૧૯૭૭ ના રોજ થઇ છે.

શ્રાવણમાસમાં બંને મંદિરમાં મોડીરાત સુધી ધૂન-ભજન-કિર્તન થાય છે અને તેના ધૂન-ભજન-કિર્તન દૂર દૂર સુધી મધૂર કંઠે ગવાતા સંભળાય છે. બહેનોના મંદિરમાથી ધૂનના અવાજની સાથે આવતા ઘૂઘરાના અવાજો અને ભજનો રસ્તે અવર-જવર કરતા લોકોને સાંભળવા માટે મંત્રમુગ્ધ કરી દે છે. દરવર્ષે પુરુષોના મંદિરમાં દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ પણ થાય છે તથા દરેક તહેવાર ને બંને મંદિરમાં ધામધૂમ થી ઉજવવામાં આવે છે. અગિયારસ, જન્માષ્ટમી, રામનવમી, હોળી, દિવાળી, હિંડોળાદર્શન બધી ઉજવણી અહીં ભાવપૂર્વક કરવામાં આવે છે.

કુંકાવાવ ગામના થયેલ ત્યાગી સંતો :

(૧) શાસ્ત્રી શ્રી ક્રુષ્ણ વલ્લભાચાર્યજી – દેવાણી પરિવાર
(૨) પુરાણી શ્રી મોહન પ્રસાદદાસજી – આંસોદરિયા પરિવાર
(૩) પુરાણી શ્રી હરિનારાયણદાસજી – શેખડા પરિવાર
(૪) પુરાણી શ્રી ધર્મ વલ્લભદાસજીદાસજી- વઘાસીયા પરિવાર
(૫) શ્રી સાધુ મોહનપ્રસાદદાસજી – દેવાણી પરિવાર

આમ કુંકાવાવ અનેક ત્યાગી સાધુ પુરુષો અને સંતોની ત્યાગભૂમિ તરીકે ઓળખાય છે.