શ્રી રામનાથ મહાદેવ (રેલ્વેસ્ટેશન)

મોટી કુંકાવાવના રેલ્વે સ્ટેશન શ્રી રામનાથ મહાદેવના મંદિરની સ્થાપના સંવત ૨૦૦૩ નાશ્રાવણ સુદ ૧૩ ના શુભદિને જુના વાઘણીયા દરબાર શ્રી અમરૂબાપુવાળા અને કુંકાવાવ જંકશન તેમજ ગોંડલ રેલ્વે સ્ટાફના સહકારથી શ્રી રામનાથ મહાદેવની સ્થાપના કરી શિવાપર્ણ કરેલ છે, આ મંદિરમાં તમિલનાડુ મદુરાઈમના સ્વામી મુર્ધાનંદગીરી સેવાપુજા કરી રહ્યા છે અને શિવભકતો દર્શન કરી પાવન બને છે.