શ્રી રામદેવપીરનુ મંદિર

શ્રી રામદેવપીરના નવા મંદિર ની સ્થાપના તા-૮/૫/૧૯૭૭ ના રોજ થયેલી છે.શ્રી રામદેવ પીર મંદિર ના દાતા શ્રી સ્વ.પુ.જીવરાજભાઈ ચનાભાઈ વેકરીયા,પૂ.ગં.સ્વ.કુંવરબેન જીવરાજભાઈ વેકરીયા હતા.શ્રી રામદેવ પીરનું મંદિર પરીવારના શ્રી વેકરીયા મોહનભાઈ કાળાભાઈ એ તેમના પિતાશ્રીના મોક્ષાર્થે બંધાવેલ અને સમગ્ર પરિવાર તરફથી આ મંદિર ની સ્થાપના કરેલ અને તા.૧૫/૫/૧૯૯૭ ના રોજ નવી મૂર્તિ પધરાવામાં આવેલી છે.

સવાર-સાંજ અહીં જયારે આરતી થાય છે ત્યારે મંદિરનું વાતાવરણ એક્દમ પવિત્ર બની જાય છે. દુર-દુર સુધી તેનો ઘંટારવ સંભળાય છે.મંદિરના મોટા પ્રાગણંમાં ફૂલછોડ પણ ઉગેલા છે જે મંદિરની શોભામાં અભિવ્રુધ્ધિ કરી રહ્યાછે.રામદેવપીર રણુજાના રાજા કહેવાય છે તેથી રામદેવપીર
મંદિરની આસપાસના વિસ્તારને લોકો રણુજાપ્લોટ તરીકે પણ ઓળખાવે છે.