શ્રી-રામજીમંદિર

મંદિરમાં રોજ સવાર-સાંજ રામધૂન તેમજ ભજન-કિર્તન થાય છે. શ્રાવણ માસમાં જન્માષ્ટમી અને ચૈત્ર માસમાં રામનવમીના દિવસોને અહીં ખૂબજ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. આખા મંદિરમાં સજાવટ કરવામાં આવે છે અને દર્શનાર્થે આવતા ભકતોને પંજરીનો પ્રસાદ આપવામાં આવે છે.જયારથી આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે ત્યારથી અહીં રોજ રાત્રે ધૂન બોલવામાં આવે છે. ગમે તેવી ઠંડી ગરમી કે વરસાદ હોય તો પણ આ નિયમ હજી સુધી કયારેય તૂટ્યો નથી.

વહેલી સવારે પૂજારીના મધુર કંઠે ” કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારૂ રે ” સાંભળવાની આસપાસના લોકોને ખૂબ જ મજા આવે છે. દૂર દૂર સુધી પૂજારીના આ સુંદર કંઠારવ અને મંદિરની મંગળા આરતીનો ઘંટારવ સંભળાય છે. મંદિર ઉપર ધ્વજાની સાથે બાંધવામાં આવેલી નાની નાની ઘંટડીઓનો અવાજ મંદ મંદ પવન આવે ત્યારે મધુર પણે દૂર દૂર સુધી સંભળાય છે. આમ કુંકાવાવનું હદય સમુ આ મંદિર હંમેશા ભકતો અને પૂજારીની શ્રધ્ધા ભકિતથી ધબકતું રહે છે.

આગળ પાછળ