શ્રી મેઘપર નો ટીંબો

૫૦૦ વર્ષ પહેલા મેઘપુર નામનું ગામ હતું, ત્યાં વ્યાધ્રચાર્ય નામના સંત હતા. ત્યાં ગામનીઅંદર ડેરીના રૂપે હનુમાનજી બીરાજતા હતા અને તે ગામનો ઝાંપો હતો એવુ અનુમાન હતું. ત્યાં અનેક સંતો અને મહંતો આવતા રહેતા.

૧૯૫૨ માં ત્યાં નારદાનંદ બ્રહ્મચારી બાપુ પધારેલા અને પોતાની શત-મહેનત થી જગ્યા નો વિકાસ કરેલો અને કોઈપણ પ્રકારના ફંડ ફાળા વગર વિકાસ કર્યો હતો. તેઓ અનાજ કે ફ્રુટ કઈ લેતા ન હતા. અનુમાન પ્રમાણે તેઓ મધ્યપ્રદેશ ના હતા. બ્રિટીશ ગવર્મેન્ટ ની આર્મી માં સર્વિસ કરતા અને તેની પોસ્ટ એન્જીનીયર તરીકે ની હતી. મધ્યપ્રદેશ ના જબલપુર માં તેઓ સર્વિસ કરતા હતા, પરંતુ કુદરતી રીતે ઈશ્વર ક્રુપાથી સર્વિસ નો ત્યાગ કરી રાજીનામું આપી અને સાથે સાથે સંસાર નો ત્યાગ કરીને તેમણે કાશીની અંદર શાસ્ત્રાંગી અભ્યાસ કર્યો. આ અભ્યાસ કર્યા બાદ પગે ચાલીને ચારધામ ની યાત્રા કરેલી હતી, આ યાત્રા દરમ્યાન પોતાની સાથે લીધેલા કાચા સીધા નું જ તેઓ ખોરાક જાતે બનાવી લેતા, તેમનાં ગુરૂ રામાનંદ હતા.

તે હિમાલય માં તપ કરતા હતા ત્યાં તેમણે ગુરૂ સ્થાપ્યા, અને ઘણા વર્ષ સુધી તેમની સેવા કરી ૪૫ (પીસ્તાલીસ) વર્ષ સુધી તેમણે એકજ જગ્યા એ રહી જીવન વિતાવેલ, ૩૦ વર્ષ સુધી તેઓ બહાર ન ગયા અને મંદીરમાં કોઈ બૈરાઓ આવે તો તેઓ બૈરાના મોઢા ન જોતા.તેઓ એ પોતાની જાત અનુભવ દ્વારા દેશી દવાનું પણ કાર્ય કર્યુ છે. અને ઘણાને તેની દવાથી સારૂ થયુ છે, અને ક્રુપા મેળવી છે. તેઓ એ કોઈપણ શિષ્ય ધારેલ નહી, તેઓ શિવ ઉપાસક હતા, મંદિરમાં હનુમાનજી હોવાથી તેઓ હનુમાનજી ના પ્રભુ પાઠ કરતા, આસપાસના લોકો લોટકરવા તો સુવિધા મળી રહેતી, તેઓ સિદિધવાન પુરુષ હતા.