શ્રી ખાખી બાવાની જગ્યા (રામજી મંદિર)

શ્રી રામજી મંદિર કારતક સુદ-૯ (નોમ) સવંત-૧૯૬૧ એટલે કે મંદિર ૨૫૦-૩૦૦ વર્ષ અગાઉ રજવાડામાંબંધાયેલુ છે અને મંદિર ના સૌ પ્રથમ મહંત રાઘવદાસ બાપુ હતા તેમના ચરણપાદુકા હાલ પણ મંદિરમાં બીરાજમાન છે ત્યાર પછીના મહંત શ્રી ગોવિંદબાપુ લાલદાબાપુ, રઘુરામબાપુ અને મોહનબાપુ એ અહી પૂજા-પાઠ આરતી કરેલ છે અને પૂજારી તરીકે ફરજ બજાવેલ છે.

અત્યારે આ મંદિરમાં પૂજારી તરીકે મોહનદાસબાપુ ના બંને પુત્રો ફરજ બજાવી રહ્યા છે. મંદિરના આંગણામાં એક હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલું છે તથા મોટા મેદાનમાં એક ખૂણામાં મંદિરમાં હનુમાનજી ની નખશીખ ઉભી મૂર્તિ બિરાજમાન છે જે ખૂબજ સુંદર છે તે આસપાસના લોકોની આસ્થાનું પ્રતિક છે તથા હર શનિવારે લોકો ત્યાં શ્રીફળ ની પ્રસાદી અને તેલ ચડાવવા આવે છે.

 

મંદિરની ઉપર એક ચબૂતરો પણ આવેલો છે જ્યાં સવારમાં પક્ષીઓને આસપાસના લોકો ચણ નાખવા માટે આવે છે. હનુમાનજી મહારાજના મંદિરનો ઉપરનો આ ચબુતરો પક્ષીઓનું રસોડું છે જયાં તેમને પુરતું ભોજન મળી રહે છે. વહેલી સવારે મોસુજણુ થતા પક્ષીઓના કલરવ સાથે મંદિર ગાજી ઉઠે છે અને મંદિરની આસપાસ ફરતા પક્ષીઓ જાણે સવારના મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા હોય તેવુ લાગે છે. સુર્યના પ્રથમ કિરણ સાથે ઠંડા વાયરા વચ્ચે આહલાદક વાતાવરણમાં પક્ષીઓના કલરવ વચ્ચે મંદિરની શોભા કંઈક અલગ જ લાગે છે. મંદિરની આસપાસ રહેલા લોકોના વ્રુક્ષો આ પક્ષીઓના માળા તેમનું ઘર છે અને એ વ્રુક્ષોના સુગંધી ફુલો વાતાવરણમાં પવિત્રતા ઉત્પન કરે છે. આવા આહલાદક વાતાવરણને માણવા વહેલી સવારે લોકો પોતાના ઘરની છત પર ચડીને જોવાનો લ્હાવો લે છે.