શ્રી ખાખી બાવાની જગ્યા (રામજી મંદિર)

આમ આ મંદિર ફકત મંદિર નહી પણ એક રમણીય સ્થાનની સાથે-સાથે એક પૂણ્ય મેળવવાનું અને કુદરતને માણવાનું, નિહાળવાનું એક સ્થાન પણ છે. અહી પુરષોતમ માસમાં આસપાસની સ્ત્રીઓ પૂર્ણપુરષોતમ ભગવાનની સ્થાપના કરી કાંઠા-ગોરમાનું એક માસનું વ્રત પણ કરે છે. અહીં પ્રાંગણ મોટુ હોવાથી બહેનો વ્રતમાં રાસ-ગરબા પણ રમે છે.

શ્રાવણ માસમાં જન્માષ્ટમી અને ચૈત્ર માસમાં રામનવમી ના દિવસે અહીં હિડોળાના સુંદર દર્શન થાય છે. મંદિરના પ્રાંગણમાં એક શિતળા માતાનું પણ મંદિર આવેલું છે જે પણ લોકોની આસ્થાનું પ્રતિક છે તથા શિતળા સાતમના દિવસે આ મંદિર માતાના ભક્તો થી ધબકી ઉઠે છે તેથી આ મંદિર ધાર્મિક સ્થાનની સાથે-સાથે રમણીય સ્થાન પણ છે.