શાસ્ત્રીજી મહારાજ

 

અનાદી શ્રી ક્રૂષ્ણ નારાયણ મહારાજ(શાસ્ત્રી સ્વામી શ્રી ક્રૂષ્ણ વલ્લભાચાર્ય મહારાજ)નો જન્મ વિક્ર્મ સંવત ૧૯૬૧ આસો વદ ૮ ને શનિવાર તા.૨૧/૧૦/૧૯૦૫ માં પ્રાત:સમયે(વહેલી સવારે)સૂર્યોદય પહેલા જન્મ થયો હતો. તેઓ શ્રી એ કુંકાવાવ માં દેહ ધારણ કરી છ વર્ષ ની નાની ઉંમરે માતાપિતા ની છત્રછાયા છોડી ભગવાન શ્રી સ્વામિનારાયણનુ શરણ ગ્રહણ કર્યુ હતુ. જૂનાગઢ ના બ્રહ્મનિષ્ઠ,આદર્શ સંતવર્ય સદગુરૂ સ્વામિ શ્રી બાલમુકુન્દદાસજી નું શિષ્યપદ સ્વીકારી જૂનાગઢ ના શ્રી સ્વામિનારાયણ મંદિરમા સાધુદીક્ષા ગ્રહણ કરી પ્રથમ થી તેઓમાં અભ્યાસનિષ્ઠ વૃતિ હોવાથી પૂ.સ્વામી શ્રી નારાયણદાસજી ની પ્રેરણા અને આશીર્વાદ થી કાશી માં અભ્યાસ કર્યો.

એકી સાથે સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંશા આદિ વિષયોમાં તીર્થ ની ઉપાધિ પ્રથમ ક્ષેણી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ તો પૂ.સ્વામી શ્રી એ વિધાપ્રાપ્તિ ને જ પોતાનું ધ્યેય બનાવી લીધુ.પૂ.સ્વામી શ્રી નું પાંડિત્ય એટલુ પરિપૂર્ણ બન્યુ હતુ કે કાશીની પંડિત સભામાં વિધ્વાનોની પ્રતિવર્ષ યોજાતી સ્પર્ધામા વેદાંતચર્ચા માં વર્ષો સુધી પારિતોષિકો પ્રાપ્ત કરી વિદ્દ્ન્મંડલમાં શિરમોર બની રહ્યા, એમનું જ્ઞાન એટલુ તલસ્પર્શી બન્યુ હતુ કે કાશીના પંડિતો એ તેઓ શ્રી ને “દાર્શનિક પંચાનન” નુ બિરૂદ આપ્યુ હતુ.

જગદગુરૂ શંકરાચાર્ય શ્રી અભિનવ સચ્ચિદાનંદજી એ પૂ.સ્વામીજી ને ‘મહામહોપાધ્યાય’ ની ઉપાધિ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા પછી તો વિવિધ વિશ્વ-વિધાલયો દ્વારા એમ.એ.,પી.એચ.ડી.,ડી.ફિલ., ડી.લીટ(M.A, P.H.D, D.Phill, D.Lit) જેવી માનદ ઉપાધિ થી પૂ.સ્વામી શ્રીનુ સન્માન થયેલ છે. પૂ.સ્વામી એ કાશીમાં વિધા અભ્યાસ કરી સર્વ શ્રેષ્ઠ ઉચ્ચકોટિ ની ઉપાધીઓ મેળવી સમગ્ર વિશ્વ માં વખણાયા અને લક્ષ્મીનારાયણ સહિંતા આદિ ૫૭ ગ્રંથોની અદભૂત રચના કરી હતી. તેઓ શ્રી ને ઉતરપ્રદેશ, ગુજરાત વગેરે આદિ રાજ્ય દ્વારા તથા સાહિત્ય અકાદમી દ્વારા પૂ.સ્વામી શ્રી નુ બહુમાન કરવામા આવ્યુ હતું.

પૂજ્ય સ્વામિ શ્રી નુ અવસાન જુનાગઢ ના શ્રી સ્વામિનારાયણ મંદિર માં રાત્રીના ૩.૪૫ વાગ્યે સમયે થયું હતુ. આ રીતે સ્વામી શ્રી એ પોતાના અભ્યાસના તપોબળે અને તલસ્પર્શી વિધ્યાભ્યાસ દ્વારા પોતાના ગામ કુંકાવાવનું નામ રોશન કર્યુ છે.