વડવ્રુક્ષ

કુંકાવાવ ની સાર્વજનીક લાયબ્રેરી અને નાયબ મામલતદાર કચેરી પાસે આવેલ વિશાળ વડવ્રુક્ષએ આ વિભાગ ની ભવ્ય શોભા બની રહ્યો છે, તે વ્રુક્ષની શોભાથી તે સદંતર વિસ્તાર ઘણોજ રળિયામણોલાગે છે.કુંકાવાવના ૨૦૦ વર્ષ પુરાણો આ વડલો હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે,કુંકાવાવના બાલમંદિરના મેદાનમાં આવેલા આ વડલાના થડની જાડાઈ પાંચ ફુટ ની છે, જંગી ઘેરાવો છે, મુસ્લિમ જ્ઞાતીના માંડણબાપાએ આ વડલો વાવેલ, અત્યારે તેના પરિવારના ઝાકીર હુસેન તારભાઈ હૈયાત છે, હિન્દુ-મુસ્લિમસાથે મળી આ વડલાનું જીવની જેમ જતન કરેલ, વટ સાવિત્રીએ અહિ પંચાયતે આ વડલો કાઢી આ સ્થળે પંચાયત કચેરી બનાવવા આયોજન કરેલ, પરંતુ તેની સામે લોક્મત ઉભો થતાં, આ વડલો બચી ગયો
છે, વડલાના રક્ષણ માટે સીમેન્ટના ઓટો-તાર વાડની તાતી જરૂર છે.

આ વડવ્રુક્ષ આજથી બસો વર્ષ કરતા પણ વધારે સમયથી અવિરત ઉભો છે, આ વ્રુક્ષ ને રોપનાર કુંકાવાવ ખાતેના રહેતા ગરીયાળા કુંટુંબના તારમહમદભાઈ અને તેના પુત્ર ઝાકીર હુસેનભાઈના પાંચમી પેઢીના દાદા માંડણબાપા એ વાવેલ, તે જમાનામાં સુતરાવ કાપડની મીલો ન હતી, હાથ
વણાટથી કાપડ બનતું હતુ, જે કાપડને આ ગરીયાળા કુટુંબના માંડણબાપા પોતાના હાથ કલાકસબ થી દેશી હાથ બનાવટ ના રંગોથી સુંદર છાપ અને રંગ કરતા જે કળાકામ તે પોતે વાવેલ આ વડ્વ્રુક્ષ નીચે કરતા હતા, તે વડવ્રુક્ષ નીચે જુદા-જુદા રંગની કુંડીઓ પણ હતી, જે આજે પણ આ ગ્રામ્ય
વિસ્તાર માટે ઈતિહાસની યાદી રૂપ ઉભો છે.

આ વડવ્રુક્ષ રોપનાર માંડણબાપાના ધર્મ પત્ની તે મરીયમ માં આ મરિયમ માં એજ કુંકાવાવના મહાન સંત અને કુંકાવાવને દૈદિત્યમાન બનાવનાર એવા સંત શ્રી ક્રૂષ્ણવલ્લભાચાર્યજી ને હદયના આશિવાર્દ આપેલા, તે વાત ખુદ શ્રી ક્રૂષ્ણવલ્લભાચાર્યજી એ તેમની આત્મકથામાં પણ લખેલ છે.દેવાણી કુંટુંબના શ્રી વલ્લભાચાર્યજી મહારાજના કુંટુંબ સાથે ગરીયાળા કુંટુંબને આત્મીયતાના સંબંધો હતા, એક વખત ક્રૂષ્ણવલ્લભાચાર્યજીને દસવર્ષની ઉંમરે કોઇ દિવ્યપ્રકાશ બાધ્યો ઘર ત્યજી ને અતિતની તલાશમાં જવાનું મન થયું, અને ઘરમાં વાત કરી રજા માંગી ત્યારે ઘરવાળાએ ના કહી, આ વાતની મરીયમ માંને જાણ થઈ ત્યારે દેવાણી કુંટુંબને પોતાની રીતે સમજાવ્યા અને કહ્યુ કે આ છોકરા ને રોકોમાં તે જે રસ્તે જવા માંગે છે તે સત્યનો છે, તે એક પ્રતાપી પુરુષ થાશે એમ હું તેને જોઉ છું.

મરીયમમાં ના શબ્દથી તે બાળકને જોઇતુ હતુ તે મળી ગયુ, જ્યારે ઘરેથી પ્રસ્થાન કર્યુ ત્યારે મરિયમમાં એ સવા રૂપિયો શુકન નો આપ્યો અને આશિર્વાદ ફાળ્વયા અને તેઓ ખરેખર એક પ્રતાપી સંત બન્યા પોતે તે સવા રૂપિયો તેના જીવન પર્યન્ત તેની પાસે જીવની જેમ સાચવી રાખેલ અને
પૂજાના રાખેલ, તેને એક ઉચ્ચ પ્રસાદી તરીકે સાચવી રાખેલ.આ બધી વિગત શ્રી વલ્લભાચાર્યજી મહારાજ પોતાની આત્મકથા માં લખેલ છે, મરીયમમાં નું રૂણ હું કદી ભુલીશ નહી, પાંત્રીસ વર્ષ પહેલા જયારે કુંકાવાવ માં પધરામણી કરેલ ત્યારે આ વર્ષ પહેલા જ્યારે કુંકાવાવમાં પધરામણી કરેલ ત્યારે આ વાતને દોહરાવી તેમણે મરિયમ માં ને શ્રધ્ધાંજલી અર્પણ કરેલી.