લાયબ્રેરી

અમરેલી જીલ્લા નું મોટી કુંકાવાવ તાલુકા કક્ષાનું ગામ છે, જેમાં સાર્વજનિક પુસ્તકાલય છે, જેની સ્થાપના તા. ૨૮/૭/૧૯૫૮ એટલે કે આજ થી પૂરા પચાસ પર થયેલી છે, જેમાં નાની કુંકાવાવ ના રહીશ શ્રી કાળાભાઈ નારણભાઈ ઉનડકટ જેઓ હાલ લંડન સ્થિત છે, તેઓ શ્રી એ રૂપિયા ૨૦૦૧ /- અંકે બે હજાર અને એક નુ દાન આપેલ, જેથી ગ્રંથાલય નુ નામ કાળાભાઈ નારણભાઈ સાર્વજનિક પુસ્તકાલય છે.

આ ગ્રંથાલય માં શરૂઆત માં ૫૦૦ પુસ્તકો જ હતા, જે હાલ ૫૦૦૦ પુસ્તકો ધરાવે છે, ૩૦૦ જેટલા સભ્યો નિયમિત પણે પુસ્તકો વાંચવાનો લાભ લે છે, આ સંસ્થા ગ્રામ પંચાયત સંચાલિત હોય, ગ્રામ પંચાયત નુ પણ તેટલું જ યોગદાન હોય જ ઉપરાંત ગુજરાત સરકાર અને રાજા રામમોહનરોય લાયબ્રેરી ફાઉન્ડેશન કોલકતા ના સૈજન્ય થી દર વર્ષે ૧૦ થી ૨૫ હજાર ના પુસ્તકો ભેટ રૂપે આવે છે.

આ પુસ્તકાલય માં ધાર્મિક-ઐતિહાસિક સામાજીક તથા સંદર્ભ ગ્રંથો તથા અલ્લભય પુસ્તકો પણ છે,આ પુસ્તકાલય માં વર્તમાન પત્રો તથા સામાયિકો પણ આવે છે, જેનો બહોળો ઉપયોગ બુજર્ગ વર્ગ કરે છે, ગ્રથાંલય હજી પણ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના.