રાજુભાઈ રેડિયાવાળા(રાજુભાઈ યાદવ)

હાલ્લો ! કોણ બોલે છે ?

રાજુભાઈ !

રાજુભાઈ યાદવ, સાપ પકડે ઈ ! હા… બોલો. !!
રાજુભાઈ આંઈ સાપ નિકળ્યો છે.! ઝલદી આવી ઝાવ…!!

હા.. ચાલો.. હમણાં આવું.

પ્રસ્તુત સંવાદ છેલ્લા એક દાયકાથી કુંકાવાવ માં સહજ થઈ ગયો છે. પરંતુ તેમને માટે નિરપેક્ષભાવ એકજ મહત્વનું સોપાન થઈ રહયું હોય તો તે છે. ‘રાજુ યાદવ’ ૧૪/૧૨/૧૯૭૦ માં ગુજરાતના વાસદ મુકામે જન્મનાર યુવાનની કર્મભૂમિ કુંકાવાવ (સૌરાસ્ટ્ર) બની.

શિક્ષણ જીવન બને.. તેમની સાથે જીવન જ શિક્ષણ નો એક હિસ્સો બની ગયું. વાંચનના શોખ સાથે વિશાળ મિત્રગણ ધરાવનાર “જીવન એક સંઘર્ષ” નો મુદ્રાલેખ અપનાવી.. રેડિયો રિપેરીંગ કરતાં “રાજુભાઈ રેડિયાવાળા” તરીકે ઓળખ પ્રાપ્ત થતી ગઈ.

સમય પરિવર્તન થતા રેડિયો, ટેપ વિસરાવા લાગ્યા અને ટી.વી. અને સી.ડી. ડી.વી.ડી. નાં વેચાણ ની સાથે … રાજકોટ ના જયંતભાઈ નો પરિચય થયો અને ૧૯૯૯ થી “ભારત જનવિજ્ઞાન જાયા” સાથે કાર્યરત થઈ અને એક નવી ઓળખ સર્વવ્યાપી બનવા લાગ્યા.. રાજુભાઈ જાયાવાળા અને.. ઢોંગી, તાંત્રિકો, બાવાઓને પડકારવાની કપરી કામગીરી શરૂ કરી અંધશ્રધ્દ્ધા સામે બંડ પોકાર્યું. પ્રસ્તુત ક્ષેત્ર માં સામાજિક શિક્ષણ અને અંધશ્રધ્દ્ધા ની સફળ કામગીરી ની કદરના ભાગરૂપે ૨૦૦૪ માં રાજ્યપાલશ્રી નાં વરદ્ હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો, આ ઉપરાંત જનવિજ્ઞાન દ્વારા પણ વિવિધ સન્માન પ્રતિવર્ષ થવા લાગ્યા..નિસર્ગ પર શ્રધ્ધા રાખનાર રાજુભાઇ પર્યાવરણ અને પ્રક્રુતિ નાં અભ્યાસ કરતા માનવિય પ્રક્રુતિની સાથે વન્ય જીવસૃષ્ટિ માં રસ પડયોવિશેષ “સર્પ સંદર્ભ”.. સાપની માહિતી એકત્ર કરી વિવિધ પ્રકારના સાપ વિશે અભ્યાસ કરી તેમના નિષ્ણાંતો પાસેથી માહિતી પ્રાપ્ત કરી ૧૫ થી વધુ ગામડાં ઓમાં ૫૦૦૦૦ થી વધુ લોકોને સાપની ખાસીયતો, ગેરમાન્યતાઓ, અંધશ્રધ્ધા, સર્પદંશ, તેમનાથી બચવું, સારવાર સાપની જાતો વિષે “સ્નેક શો” દ્વારા માહિતગાર કર્યો. ઝેરી, બીનઝેરી, અજગર વિ. સાપની જાતો શાળા-સંસ્થાઓમાં દર્શાવી વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આમ ! કુદરતને ખોળે ખેલનારાં સર્પોને નિ:સ્વાર્થ ભાવે પકડી વગડામાં છોડી દેવા, તેમજ પર્યાવરણ બચાવવાની કામ ગીરી કરી સમાજ પ્રક્રુતિ તરફ પરત વળે એજ આશય સાથે “સર્પ સ્રુષ્ટિ” વિષે પુસ્તક તૈયાર કરી રહયા છે. આપની પાસે પણ સાપ વિશે માહિતી, ફોટોગ્રાફ, લેખ હોય
તો આ સરનામે : રાજુભાઈ યાદવ, આકાશ રેડિયો – જાયા કાર્યાલય- બસ સ્ટેન્ડ કુંકાવાવ – સૌરાસ્ટ્ર – ૩૬૫૪૫૦ મોબાઈલ -૯૯૭૮૧૩૪૪૩૪ પર સંપર્ક કરી શકો છો.

પ્રિન્ટ ઇલેકટ્રોનિક મિડીયામાં “આજતક, રેશનાલીઝમ સૌરાસ્ટ્ર આસપાસ એન્ડ ટી. વી. નાઇન, સીટીવોચ” અમરેલી એકસપ્રેસ જેવી ન્યુઝ સંસ્થાઓ સાથે સક્રિય તરીકે સંકળાઇ ગ્રામ્યજીવનના લોક પ્રશ્નોને નિડર, નિષ્પક્ષ રીતે વાચા આપી એક સારા બેહોશ પત્રકાર તરીકે ગરીબ, મજુર લોકોને માર્ગદર્શન આપી લોકચાહના ઉભી કરી છે.

જીવનના સાતત્યમાં વિવેક્બુધ્ધિ પૂર્વક અનુસરી રેશનલ દ્રષ્ટિ કેળવી મહાગુણ માનવજીવન ને વ્યર્થ બાબતો માં વેડફવા કરતા હકારાત્મક દ્રષ્ટિકોણ થી જીવન જીવવા વૈજ્ઞાનિક દ્રષ્ટિથી “ભલા થાવ અને ભલું કરો” એ સુત્રને સાર્થક કરવા જીવન પર્યત એક અલગ વ્યકિતત્વ નિર્માણ થાય એવી પ્રેરણા મેળવતી રહેવી.

રાજુભાઈ પોતાનાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરે અને કુંકાવાવના ગૌરવ અભિનંદન આપીએ.