બાપા સીતારામનું મંદિર (કુંકાવાવ-અમરેલી રોડ )

બાપા સીતારામના મંદિર ની સ્થાપના ઈ.સ.૨૦૦૦-૨૦૦૧ ની સાલ કરવામાં આવી છે. બાપા સીતારામનુ આ મંદિર કુંકાવાવ-અમરેલી રોડ પર આવેલુ છે. અહિં ઠંડુ પાણી અને બેસવાની સગવડ પણ કરવામાં આવી છે. તેથી રસ્તે આવતા જતા લોકો માટે તે એક વિસામો સમુ બની રહ્યું છે. ઢળતી સાંજે જયારે બુજુર્ગ વર્ગ અહિં ફરવા (ચાલવા) નીક્ળે ત્યારે અહિં બેસીને તેઓ વિસામો લે છે અને ઠંડુ પાણી પી શકે છે. બાપા સીતારામ ને અહિં મંદિરમાં વિશાળ હાથીની આકૃતિ પર બિરાજવામાં આવેલ છે.

અહિં નિયમિત પણે મંદિરમાં દીવાબતી થાય છે અને પીવાનું પાણી ભરવા રાખેલ માટલાને સ્વચ્છ કરી અને ગાળીને સ્વચ્છ પાણી ભરવામાં આવે છે. આમ આ મંદિર પાણીના પરબરૂપ છે.

બાપા સીતારામનું મંદિર (કુંકાવાવ-રાજકોટ રોડ )

આ મંદિર કુંકાવાવ-રાજકોટ રોડ પર એટલે કે સરકારી હોસ્પિટલ ની બાજુમાં દરવાજા પાસે જઆવેલું છે. નાનકડા બાગ સમાન સુશોભિત વ્રુક્ષોની વચ્ચે મંદિરમાં પૂ.બજરંગદાસ બાપાને પૃથ્વી ના ગોળા પર બિરાજેલ છે. આ મંદિરના વ્રુક્ષોની નીચે પાટલીઓ હોવાથી દવાખાનામાં આવતા લોકો ત્યાં બેસી શકે છે અને પોતાના આપ્તજનને સાજા થવા માટે મંદિરમાં પ્રાથના પણ કરી શકે છે.

અહિં પણ પાણીના પરબની સગવડ છે દવાખાને ગામડેથી આવતા લોકો માટે અને અવર-જવર કરતા લોકો માટે આ પાણીનું પરબ આશિર્વાદ રૂપ થાય છે.આ મંદિરની અંદર આવેલા વ્રુક્ષો પક્ષીઓ માટે પણ વિસામો સમાન છે અને પક્ષીઓના માળા પણ આ વ્રુક્ષો પર છે તેથી ફકત મનુષ્ય માટેજ નહીં પરંતુ પક્ષીઓ માટે પણ આ મંદિરનો વ્રુક્ષોથી આચ્છાદીત બાગ અને મંદિર બંને આશિર્વાદ રૂપ થાય છે. આ મંદિર ની સ્થાપના બજરંગ ગ્રુપ અને બાપા સીતારામ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.