પીર નો તકીયો

કુંકાવાવ ના ઈતિહાસમાં પીરનો તકિયો તરીકે ઓળખાતી જગ્યા પણ શ્રધ્ધાળુઓ માટે એક પ્રવિત્ર ધાર્મિક સ્થળ છે, જેમાં રહેમાન શાપીરની હયાતીમાં ઘણા અજીબ પ્રસંગો બનેલ છે, તે તકિયાના સ્થાને એક વિશાળ આંબલીનું વ્રુક્ષ છે, તે વખત ના દરબાર શ્રી ને આ આંબલીનું થડ પસંદ પડી ગયુ.

પસાયતાને મોકલીને આંબલી કાપવા હુકમ મોકલ્યો, પીર સાહેબે આંબલી કાપવાની ના પાડી રહેમાન શાપીર જાણતા હતા કે દરબાર માનશે નહિ, પોતે એક કુંડુ ઉપાડી આંબલીને હુકમ કર્યો કે ચાલ આમા આવી જા, અને કુંડુ ઢાંકી દીધુ. આંબલી સ્થળ પરથી અદ્રશ્ય થઈ ગઈ. બીજે દિવસે દરબાર પોતે આવી બાપુને આંબલી કાપવા કહેલ ત્યારે બાપુએ કહ્યું કે જાવ આંબલી હોય તો કાપી લો, દરબાર શ્રી એ જોયું તો આંબલી જ ન હતી કેવો ચમત્કાર ? દરબાર સમજી ગયા ફકીર પ્રતાપી છે, બાપુ પાસે આવી માફી માગી અને ત્યાર પછી પીરના તકિયાના બાપુને દર વર્ષે સીધો દરબાર તરફથી મળતો થયો જે રજવાડી રાજ હતુ ,ત્યાં સુધી મળેલ આવા ચમત્કારી પ્રસંગો તો ઘણા જ છે.