નિલકંઠ મહાદેવનું મંદિર (દેવળ)

આ મંદિર ઉંચાઈવાળુ અને અઢાર પગથીયાવાળુ અને નદીને કાંઠે બેલાની અંદર બનાવેલ હતું એ સમયે અગિયાર હજાર રૂપિયાનો ખર્ચ થયેલ હતો તથા આના કારીગરો રાણાવાવ થી આવેલા હતા. આજ મંદિરમાં લોહાણા સાગલાભી પરીવારના સુરધન દાદાનું મંદિર આવેલું છે. લેઉઆ પટેલ સમાજના દેસાઈ કુંટુંબના સુરધનદાદા બિરાજેલ છે અને તેની બાજુમાં અંબાજી માતાનું મંદિર રામજીભાઈ પરષોતમભાઈ ઉનડકટ એ બંધાવેલ છે બાજુમાં ગાયત્રી મંદિર દયાશંકરભાઈ દવે એ બનાવેલ છે. ગાયત્રી માતાજીના મંદિર ની મૂર્તીના દાતા શ્રી હરીભાઈ પરશોતમભાઈ થડેશ્વર અને મગનભાઈ વિઠ્ઠલભાઈ લુહાર છે.

હાલ નિલકંઠ મહાદેવના મંદિરનો જિર્ણોધ્ધાર કરી સુવ્યવસ્થિત બનાવી દેવામાં આવ્યું છે. દેવળના નામે ઓળખાતુ મંદિર સૌથી પ્રાચીન હોય જેથી તમામ ભકતજનો દરરોજ દાદાના દર્શનનો લાભ લઈ પાવન બને છે ત્યાં શ્રાવણ માસ અને અત્યારે પણ મેળા જેવું વાતાવરણ સર્જાય છે.