જે. ડી. સાહેબ

“કોઈપણ ફરીયાદ વગર ફરી ફરી યાદ કરવાનું મન થાય એવું વ્યકિતત્વ.”

સવારનાં ૬ નાં ટકોરે તમારાં મોબાઈલ પર સદ્ વિચારનો એસ.એમ.એસ. (SMS) પ્રગટ થાય… એટલે દિવસની શુભ શરૂઆત થઈ… અને આ શરૂઆત કરાવનાર સરળ પ્રક્રુતિ ગંભિર વ્યકિતત્વ મિલનસાર સ્વભાવથી તેનાં માં પોતાનાં પણું સરળ અને સ્વભાવિક લાગવા લાગે વિતેલા સમયનાં ચાલીસ દાયકાથી શરૂ કરી આજ પર્યત સૌ કોઈને “સાહેબ” કહેતા વંદન કરવાનું અચુક મન થાય. તેની હાજરી માત્ર થી સ્વયંશિસ્ત રાખવાનું સુજી આવે.. સૌ કોઈના પ્રેરણાસ્ત્રોત જે કોઈ વ્યકિત તેમને મળે તેમને વડીલ, શિક્ષક, ગુરૂ, મિત્ર, ભાઈ કે એક કુટુંબની વડીલની ભૂમિકામાં સહજતા દર્શાવાનું મન થઈ આવે એવા પરમ વૈષ્ણવ હવેલીનાં ઠાકોરજી શ્રીનાથજી બાવાનાં કૃપાપાત્ર “જે.ડી.સાહેબ” “કુંકાવાવના આધુનિક વશિષ્ઠ” તેમનું ઘર એટલે “વિધાર્થી આશ્રમ” વર્ષોથી વિદ્યાર્થીઓની સાથે રહેવાની સાલસતા મળીએ એટલે. પોતાનાં વ્યકિતગત કાર્યને આટોપી સન્માનજનક શબ્દોથી તમને સંબોધે… સમયના વહેતા સલીલમાં સ્વયંની સંવેદનાઓને વિદ્યાર્થીઓનાં સાનિધ્યમાં વિસરી જઈ ભળી જાય છે. પંકજભાઈ અવાર નવાર ગોવા.. લઈ જવા માટે આગ્રહ કરે તો તેમના ધર્મ પત્નિને મોકલી પોતાનું તો બસ કુંકાવાવ જ ગોવા… અને તેમનો સ્વભાવ પણ શ્રી જે.ડી. સાહેબને અનુરૂપ એટલા એટલા વિદ્યાર્થીઓ વર્ષોથી સવારના ૬ થી શરૂ કરી રાત્રીના અગ્યાર.. બાર સુધી ગણિત શિખતા હોય તોપણ થાક, કંટાળો, ગુસ્સાવગર જીવનની અર્ધી સદીથી કોઈપણ પ્રકારની અપેક્ષા કે ગણતરી વગર ગણિતનું જ્ઞાન આપનાર વ્યકિતએ માણસને સમય અને સદ્ ગુણનો સરવાળો કરી નિષ્ફળતાની બાદબાકી કરાવી અણ આવડતનો ભાગાકાર કરી માત્ર પ્રગતિનો ગુણાકાર કરાવનાર દરેક વ્યકિતને નામજોગ ઓળખનાર સાહેબના આશિર્વાદ અને માર્ગદર્શન આવનાર પેઢીને પ્રભુકૃપાથી સતત પ્રાપ્ત થાય તેમનુ સાનિધ્ય પ્રાપ્ત કરવુ એ જીવનનો લ્હાવો છે. તેમનું સ્વાસ્થય કાયમ સારૂ રહે. આગામી આવતી પેઢીને ગણિતના નવા સમિકરણો શિખવા મળે એવી અભ્યર્થના સહ. આમ વર્ષો સુધી સદ્વિ ચારનાં એસ. એમ. એસ.(SMS) તેમના તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતા રહે એવી શુભકામનાં.

|| તસ્મૈ શ્રી ગુરૂવૈનમ: ||

લેખક :- મનોજકુમાર આર. જોષી
કુંકાવાવ – મોટી. જિ. અમરેલી.