જાળીયાપીર હનુમાનજી મંદિર (સૂર્યમુખી હનુમાનજી)

સૂર્યમુખી હનુમાનજીનું મંદિર સૌથી જુના મંદિરોમાંનુ એક છે. શ્રી હનુમાનજી મહારાજનું મંદિર કુંકાવાવથી બગસરા રોડ પર આવેલુ છે. ત્યાં મંદિરની સામે પીરની દરગાહ આવેલી હોવાથી આ મંદિરને ગામના લોકો જાળીયાપીરનું મંદિર તરીકે પણ ઓળખાવે છે.કષ્ટભંજનદેવ હનુમાનજીનામંદિરની સાથે ડાબી બાજુએ શ્રી સોમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલુ છે.જેમાં ભગવાન શંકરનું શિવલિંગ અને માતા પાર્વતી બિરાજમાન છે જેની સ્થાપના ૩૧-૧-૧૯૯૯ મા થઈ હતી.મંદિરમાં શ્રી હનુમાનજીના મંદિરના ડાબી બાજુનો ભાગ આરામ રૂમની સ્થાપના ૧૪-૮-૧૯૯૫ ના રોજ કરવામાં આવી હતી.

વિશાળ ઘટાટોપ લીમડાના વ્રુક્ષો અને ફૂલછોડ વચ્ચે આવેલું કષ્ટભંજનદેવનું આ મંદિર કુદરતી સૌદર્યથી ભરપૂર છે.અને સૌથી વિશાળ જગ્યા ધરાવે છે.અહીં લોકો વિશાળ સમુદાયમાં દર્શનાર્થે આવે છે અને હરવા ફરવા તેમજ ચાલવા માટે પણ આવે છે.મંદિરના પ્રાંગણમાં વિશાળ જગ્યા હોવાથી અનેક વ્રુક્ષો સાથે નાના-નાના ફૂલછોડ હોવાથી પક્ષીઓનું પણ આશ્રય સ્થાન છે.મંદિરના આગળના ભાગમાં વ્રુક્ષોની અને કૂવાની પાછળ નદી આવેલ હોવાથી અહીંનું વાતાવરણ શાંતિપ્રિય છે.અને નિરવ શાંતિ હોવાથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.ખાસ કરીને વિધાર્થી વર્ગ માટે તે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં કષ્ટભંજનના આશિર્વાદરૂપ છે કારણ કે અહીં શાંતિપ્રિય જગ્યામાં અનેક વિધાર્થીઓ વાંચન કરી પોતાની ઉજજવળ અને સુંદર કારકિર્દી બનાવી ચુકયા છે.શાંતવાતાવરણ સાથે સાથે વિધાર્થીઓ માટે ઘણી સારી સગવડો મળી રહે છે તેથી વિધાર્થીઓનું પણ આ પ્રિય સ્થાન છે.

મંદિરમાં પુષ્કળ પાણીની વ્યવસ્થા હોવાથી અહીં દૂર-દૂર થી લોકો પાણી ભરવા માટે આવે છે.મંદિર માં આવેલ કૂવો સૌથી જૂનો કૂવો હોવાનુ આ જગ્યાના મહંત શ્રી જણાવે છે. અહીંના સૌપ્રથમ મહંત શ્રી સ્વ.રામનાથબાપુએ આ કુવો પોતાના ‘જાત-પરિશ્રમ ‘ એ બનાવ્યો હતો. જેના પર હાલ ડંકી મૂકી પાણી સિંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણી ભરતી વખતે નીચે પડેલા પાણીનો વ્યય ન થાય તે માટે એક નાની નીક કરવામાં આવી છે જે નીચે ઢોળાતુ પાણી સીધુ વ્રુક્ષો સુધી પહોંચાડે છે. આમ,પાણીનો વ્યય થતો પણ અટકાવવામાં આવે છે.