ગૌશાળા


દયા ધરમકા મુલ હૈ પાપમુલ અભિમાન. |
તુલસી દયા ન છોડીએ જબલી ય ઘરમે પ્રાણ .||
પંખી પાની પીનેસે ઘટે ન સરિતા નીર .|||
ધરમ કીયે ધનના ઘટે સહાય કરે રઘુવિર.
 

                       કુંકાવાવ મોટી અમરેલી જીલ્લાનુ ગામ છે જે ખેતી ઉપર નભતો તાલુકો છે. આ ગામમાં એક ગૌશાળા છે જેનું નામ “શ્રી રામભરોસે ગૌશાળા” જે આજે ૪૦ વર્ષથી કાર્યરત છે જેના સંચાલન શ્રી છેલ્લા એટલા વર્ષો થી ચાલતી નિર્વિવાદ તેમજ નિષ્કલકં શ્રી રામભરોસે ગૌશાળાની નિસ્વાર્થ પણે ચાલતી પ્રવૃત્તિ ની એક આછેરી ઝલક માહિતી રજુ કરવાનો પ્રયત્ન છે જેની વિગત નીચે મુજબ છે.

છેલ્લાં ઘણા વર્ષોથી આ ગૌશાળા અહિ ચાલે છે અને એટલા વર્ષોથી આ ગૌશાળામાં કોઇ પણ જાતના સ્વાર્થ કે લાભમાન કે મરતબો ન મેળવવાની ભાવનાથી સેવા કરવાની જ ભાવનાથીજ પોતાનું સમગ્ર જીવન જેમણે કુંકાવાવ ગામની તમામ સેવાકીય પ્રવૃત્તિ ને સમર્પ્રિત કરી દિધેલ છે એક એવા વિરલાઅને સંત આત્માનું નામ છે પૂ. ગોબરભાઈ સામજીભાઈ કાછડિયા કે જેઓ એક સામાન્ય લેઉવા પટેલજ્ઞાતીમાં જન્મ લઈ શિક્ષણ મેળ્વ્યું, ત્યારબાદ પ્રાથમીક શિક્ષક તરીકે સેવા આપી ત્યારબાદએક સહકારી બેંકમાં બેંક મેનેજર તરીકે ફર બજાવી છે અને તમામ સંસ્કારીક તેમજ સામાજીકવ્યવહારીક ફરજો બજાવતા પણ સેવાકિય પ્રવૃત્તિ એમણે સતત જીવતંરાખેલ છે અને છેલ્લા પંદર વર્ષ થયા તો એમણે સમગ્ર જીવન ખોટી રીતે કામશીવાય કયાંય જવુ નહિ. ગૌશાળા, રામરોટી, પંખીની ચણ, કિડીયાળુ, કુતરાને રોટલા અને લાડુ તેમજ ધૂન ભજન જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિ પર સમર્પ્રિત કરી દિધેલ છે આવા અનેક અલૌકિક અને ગૌશાળા ની નીચે ચાલતી સેવાકિય પ્રવૃત્તિ ઓની વિગત નિચે મુજબ છે.