ગોબરભાઇ ભગત

કુંકાવાવ અમરેલી જીલ્લાનુ ગામ છે જે ખેતી ઉપર નભતો તાલુકો છે. આ ગામમાં એક ગૌશાળા છે જેનું આ
ગૌશાળા જે આજે ૪૦ વર્ષથી કાર્યરત છે જેના સંચાલન શ્રી છેલ્લા એટલા વર્ષો થી ચાલતી નિર્વિવાદ તેમજ નિષ્કલકં શ્રી રામભરોસે ગૌશાળાની નિસ્વાર્થ પણે ચાલતી પ્રવૃત્તિ ની એક આછેરી ઝલક માહિતી રજુ કરવાનો પ્રયત્ન છે જેની વિગત નીચે મુજબ છે.

છેલ્લાં ઘણા વર્ષોથી આ ગૌશાળા અહિ ચાલે છે અને એટલા વર્ષોથી આ ગૌશાળામાં કોઇ પણ જાતના સ્વાર્થ કે લાભમાન કે મરતબો મેળવવાની ભાવનાથી નથી ચાલતી ફક્ત સેવા કરવાની જ ભાવનાથી જ ચાલી રહી છે અને આવી સેવાકિય પ્રવૃત્તિ માટે કોઇ સંત પુરુષ ની જરુર હોય છે.જે પોતાના સમગ્ર જીવન ને એવા મુન્ગા પશુઓ માટે સમર્પ્રિત કરી શકે.કુંકાવાવ ની પાવન ભૂમિ પર અનાદી શ્રી ક્રુષ્ણ નારાયણ પછી એવા દિધેલ છે એક એવાજ વિરલા અને સંત આત્માનું નામ છે ” પૂ. ગોબરભાઈ સામજીભાઈ કાછડિયા “ કે જેઓ પોતાનું સમગ્ર જીવન ગાયો ની સેવામાં સમર્પ્રિત કરી દિધુ છે.આ પૂ.ગોબરભાઈ કુંકાવાવ ગામમાં ગોબરભાઈ ભગત તરીકે ઓળખાય છે. નાના બાળક ને પૂછ્શો તો એ પણ બતાવશે કે ગોબરભાઈ ભગત કોણ છે. પૂ.ગોબરભગત નો જન્મ સામાન્ય લેઉવા પટેલ કુટુંબ મા થયો છે.શિક્ષણ મેળ્વ્યા બાદ પ્રાથમીક શિક્ષક તરીકે સેવા આપી ત્યારબાદ એક સહકારી બેંકમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવી છે અને તમામ સંસ્કારીક તેમજ સામાજીક વ્યવહારીક ફરજો બજાવતા પણ સેવાકિય પ્રવૃત્તિ એમણે સતત જીવતં રાખેલ છે અને છેલ્લા પંદર વર્ષથી તેઓ ગૌશાળા, રામરોટી, પંખીની ચણ, કિડીયાળુ, કુતરાને રોટલા અને લાડુ તેમજ ધૂન ભજન જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિ પર સમર્પ્રિત કરી દિધેલ છે આવા અનેક અલૌકિક અને ગૌશાળા ની નીચે ચાલતી સેવાકિય પ્રવૃત્તિ ઓની વિગત નિચે મુજબ છે

વહેલી સવારે પાંચ વાગ્યે ગમે તેવો વરસાદ હોય કે ઠંડી હોય ભગત ની પ્રભાત ફેરી (ધૂનની) નીકળે છે.પ્રભાત ફરી મા પોતે મંજીરા વગાડતા જાય અને ધૂન-ભજન ગાતા જાય અને ગામના દરેક મંદીરે દર્શન કરતા જાય.આ રીતે પ્રભાત ફેરી કર્યા બાદ ઘરે સેવાપૂજા કરી ગલીએ ગલીએ ફરી લુલી લંગડી ગાયો,વાછરડાઓની દવાદારૂ કરી તેમને ગૌશાળા સુધી પહોંચાડે છે.ત્યારબાદ ગૌશાળામાં સાફસુફી (વાહીદુ) કરી ગાય ને નીરણ નાખી પાણી પીવડાવી તેઓ રામરોટી ઘર ચાલેછે ત્યાં જઇ નિરાધાર અપંગ અને અભિયાગત તેમજ બાવા સાધુ સંત ફકીરોને પોતે પીરસીને જમાડે છે તેમજ દાન દક્ષિણા આપે છે. ગૌશાળામાં ૨૫૦ ગાયો છે તેમને દરરોજ રૂ. ૫૦૦૦ (પાંચહજાર) ની દરરોજ નિરણ (ઘાસચારો) જોઇએ છે તેમજ નિયમીત દરરોજ રૂ. ૫૦૦ નું પક્ષીઓને ચણ નાખવામાં આવે છે આ ઉપરાંત દરરોજસાંજે ૨૫૦ રૂ. નુ કિડીયાળુ પૂરવામાં આવે છે. દરમાસે એક્વાર શુદ્ધ ઘી માં સુકોમેવો નાખી લાડુ બનાવી ગાયોને તેમજ કુતરાઓને ખવડાવવામાંઆવે છે.તદ ઉપરાત ગરીબ નિરાધાર દુ:ખી માણસોને ભોજન દવાખાના ખર્ચ તેમજ દવાનો ખર્ચ આપવામાં આવે છે.ગામમાં દરેક માંદા પશુપંખી જનાવર માટે સેવા સારવાર તેમજ પાટાપીંડી પણ દરરોજ કરવામાં આવે છે તેમજ દર અઠવાડિયે ગૌશાળામાં ભગત ધ્વારા પશુ ડોકટરની વિઝીટ કરાવી પશુઓની સારસંભાળ લેવામાં આવે છે. ગૌશાળા માંથી ગાય વાછરડુ કે જેમને જોઈતા હોય તેમને કોઇ પણ જાતની રકમ લીધા વિના આપવામાં આવે છે અને યારે ન જોઇતા હોય ત્યારે ફરી ગૌશાળામાં મુકી જવાની સુચના આપવામાં આવે છે તેમજ ગૌશાળામાં ખાતર સિવાય કોઇપણ વસ્તું વેચવામાં આવતી નથી . આ ઉપરાંત ગામમાં કે અન્ય જગ્યાએ કોઇ ધાર્મિક સારામાઠા પ્રસગોએ ધૂન ભજન કિર્તનનો કાર્યક્રમ હોય તો ગોબરભાઈ ભગત તેમજ તેમના મંડળના અન્ય દશથી પંદર નિસ્વાર્થ યુવાનો ધૂન ભજન કિર્તન બોલી જે કાંઈ ફંડફાળાની રકમ થાય તે રકમ જેમના ઘરે ભજન કે ધૂન હોય તેમનાજ ઘરધણી હાથથીજ ગૌશાળા અન્ય સેવાકિય પ્રવૃત્તિ માં વાપરવામાં આવે છે આથી કોઇ રકમ દાન ભેટમાં મળેલી હોય તે રકમ ગોબરબાપા ભગત લેતા નથી હાથશુદ્ધા અડાડતા નથી આવી પ્રવૃત્તિ ને ધ્યાને લઈ અગાવ ગુજરાત સરકાર તરફથી આ રામભરોસે ગૌશાળા મંડળને રૂ. ૧૦,૦૦૦ અંકે રૂપિયા દશહજાર ઈનામ પણ મળેલ છે. ‘ભગત ની આવી સેવાકીય પ્રવ્રૂતિ થી ગામના યુવાનોને પણ સેવાકીય પ્રવ્રૂતિ કરવાની પ્રેરણા મળીછે અને હાલ પણ કુંકાવાવ ગામના યુવાનો નિ:સ્વાર્થ ભાવે ગૌશળા માં ગાયોને નિરણ નાખવા,પાણી પાવા, પાટાપીંડી અને સાફસુફી કરવામાં મદદરૂપ થાય છે.’ ગૌશળા માં ગાયોની સંખ્યા વધી જતા જગ્યા ઓછી પડ્તી હોવાથી જાળીયાપીર હનુમાનજી સામે બીજી ગૌશળા બનાવવામાં આવીછે.જ્યાં અમુક કામ થોડુ બાકી છે.માટે કોઇ ફંડ ફાળો કે કોઇપણ સહાય માટે કોઇ ને કહેવામાં આવતુ નથી .”ભગત નો નિયમછે સ્વૈછીક દાન આપે તો ના નહિ પણ કોઇ ને કહેવુ નહી. કોઇનો સંતોષ એ જ ભગત બાપાનો નફો છે.” આ પરથી એક પન્કતી યાદ આવેછે.
                       

  “પંખી પાની પીનેસે ઘટે ન સરિતા નીર .|||
ધરમ કીયે ધનના ઘટે સહાય કરે રઘુવિર.”

ભગવાન ભગત ની આ નિ:સ્વાર્થ ભાવનાને સૌના હર્દય સુધી પહોંચાડે અને આવી સેવાકીય પ્રવ્રુતી પ્રેરણા પુરી પાડે એવી અભ્યર્થના સાથે ‘ભગત’ માટે આટલુ જરુર કહેવાનુ મન થઈ આવેકે “ન લેનેકી ખ્વાહિશ ન દેને કા ગમ”

ચાલો આપણે પણ ભગત પાસેથી પ્રેરણા મેળવી સેવાકિય પ્રવ્રુતિમાં જોડાવાના પ્રયત્નો કરીએ.કુન્કાવાવ ન બન્ધુજનો તેમજ કપૂરભાઇ પ્રજાપતિ ના આ વિરલા સંતને સત-સત વંદન.
“જય ગાય માતાજી”