કન્યા હાઈસ્કુલ

મોટી કુંકાવાવના મહાન શિક્ષણ પ્રેમી એટલે શ્રી લક્ષ્મણ બાપા ભગત જે કુંકાવાવની અંદરશિક્ષણનો પાયો નાખનાર વ્યક્તિ હતા. જેમણે પ્રથમ એન. એમ. શેઠ કુમાર વિધાલયનો પાયો નાખ્યો.ત્યારે પ્રથમ દાન અમરાપુર નિવાસી ન્યાલચંદ મૂળચંદ શેઠે આપેલું હતું. શ્રી લક્ષ્મણ બાપાએ હાઇસ્કુલ બનાવવા માટે સારૂ એવું ફંડ એકઠુ કરીને કુંકાવાવમાં પ્રથમ હાઇસ્કુલ કરેલ અને એસ. એસ. સી. અને એચ. એસ. સી. ના પરિક્ષા કેન્દ્રો પણ શરૂ કરાવ્યા હતા. અમરેલી જીલ્લામાં અમરેલીને બાદ કરતા હાયર સેકન્ડરી સાયન્સ વિભાગ પ્રથમ કુંકાવાવમાં શરૂ થયુ હતું. અને ૨૦૦૦ ની સાલ સુધી માત્ર કુંકાવાવમાં જ સાયન્સ વિભાગની સુવિધા મળી હતી.જે હાલ ચાલુ છે. કુંકાવાવમાં ૧૯૮૩ થી સાયન્સ વિભાગની સુવિધા મળી હતી. અને કુંકાવાવની હાઇસ્કુલની જૂન ૧૯૫૮ માં સ્થાપના થઈ. અને ૧૯૬૮ માં પ્રથમ એસ.એસ.સી. ની પરિક્ષા લેવાઇ. ત્યારે પ્રથમ પ્રિન્સીપાલ શ્રી ભાયશંકરભાઇ પંડ્યા હતા. અને એચ.એસ.સી. ની શરૂયાત ૧૯૭૬ ની સાલમાં થઈ હતી.

શ્રી લક્ષ્મણ બાપા ભગતે માત્ર હાઇસ્કુલ જ નહી પરંતુ બાલમંદિરથી મોડી હાયર સેકન્ડરી સુધીની શિક્ષણ વ્યવસ્થા માટે અથાગ મહેનત કરેલ છે. તેના કારણે જ કુંકાવાવનો સામાન્યમાં સામાન્ય ઘરનો છોકરો ધોરણ-૧૨ સુધી આસાની થી અભ્યાસ કરી શકે છે.

કુંકાવાવની હાઇસ્કુલ્માં હાયર સેકન્ડરી વિભાગમાં સાયન્સ ફેકલ્ટીમાં દાન આપનાર કુંકાવાવના પનોતા પુત્ર દેવાયત પરિવારના નાથાભાઇ જીવરાજભાઇ દેવાણીને નાની વયે સામાન્ય સ્થિતિ હોવા છતાં સારી રીતે અભ્યાસ કરીને સિવિલ એન્જિનિયર બન્યા. અને ભારતનો એકમાત્ર મોટો ડેમ “ભાખરા નાગલ” બંધ બાંધ્યો હતો. જેમાં તેણે પોતાની સુજ- બુજ અને કોઠા સુજ થી સરેકારે અંદાજેલી કિંમત કરતા પણ ઓછી કિંમતે કામ પૂર્ણ કરીને તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે આસામના જંગલોમાં કામ કરી આદિવાસીઓને રોજગારી અપાવી હતી. અને સાથે તે લોકોને શિક્ષણ લેતા કરી સમાજ સુધારકનુ પણ કામ કરેલ હતુ.