કચરાભગત ની જગ્યા (ભગત બાપા)

કુંકાવાવ મોટી એટલે બલિદાન અને કર્મની ભૂમિ. એટલે કે પહેલા આ ગામનું નામ કુંમ-કુંમ વાવ આપવામા આવેલું. સોએક વર્ષો પહેલા કુંકાવાવ(મોટી)ની વસ્તી માત્ર ૭૦૦ જેટલી હતી.મોટી કુંકાવાવ હાલ નાની કુંકાવાવ કરતા પણ ઓછી વસ્તી ધરાવતું ગામ હતું.કુંકાવાવનો પ્રાચિન ઈતિહાસ એટલે કે ઋષિકાળમાં મહાત્મા લોમસ ઋષિનો આશ્રમ હતો. અને બાજુમાં જ અશ્વપટ સરોવર હતું. અને એજ પવિત્ર ભૂમિ ઉપર કુંકાવાવ ગામનો ઉદભવ થયો. આ પ્રવિત્રતાને કારણે જ આજ આટલા વર્ષો બાદ પણ કુંકાવાવ એક ધાર્મિક અને ભાવનાશીલ ગામ બની રહ્યું છે.તેના કારણે ફરી એજ ભૂમિ પર એટલે કે કુંકાવાવમાં શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ નો જન્મ થયો.કુંકાવાવનું પ્રાચીન મંદિર શ્રી નવા વાઘણિયાની નજીક એવો મેઘપર નો ટીંબો જયાં વ્યાધ્રાચાર્ય જેવા મહાન અને અલૌકિક સંત હતા.

કુંકાવાવ આઝાદી પૂર્વે બિલ્ખા સ્ટેટનું એક ગામ હતું.અહીં બિલખા સ્ટેટના મહારાણી શ્રીકમરીબાઈ એ કુંકાવાવનો મેઈન ગેઈટ(દરવાજો)બનાવેલો હતો.એવા શ્રી મહારાણી શ્રી કમરીબાઈએ કુંકાવાવની અંદર આવેલ જગ્યા જે ભગતબાપા ની જગ્યા તરીકે ઓળખાય છે.તે વખતે કચરા ભગતહતા.તેની જગ્યામાં ચાર સાતીની જમીન અને બે કોસ આપેલા હતા.કુંકાવાવ અંદર ભગતની જગ્યામાં અન્નક્ષેત્ર ચાલતુ હતુ.આ અન્નક્ષેત્ર ચલાવનાર લક્ષ્મણબાપા ભગતના પૂર્વજ શ્રી કચરાબાપા અને એજ પરંપરા ગોકળબાપા એ ચાલુ રાખી અને ત્યારબાદશ્રી લક્ષ્મણબાપા ભગત સંભાળતા પરંતુ પછી તેની અવસ્થાને કારણે આ સેવા તેમણે કુંકાવાવ ના જાણીતા ગૌસેવક શ્રી ગોબરભાઈ ભગત (કાછદિયા)છે,તેમને સોપી.આ ગોબર ભગત હાલ બસસ્ટેન્ડની બાજુમાં રામરોટી ઘરની વ્યવસ્થાસંભાળે છે.અને સાથે તે ગૌશાળા ચલાવી રહ્યા છે.જે બગસરા રોડ પર આવેલ છે.