અન્ન્ક્ષેત્ર (રામરોટી ઘર)

ભૂખ્યાને અન્ન અને પ્રભુની બંદગી એ બે ય પ્રવૃતિનો મહિમા કબીરની એક સાખીમાં ગવાયો છે,vજેમ ઈશ્વર સૌને ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી એવી શ્રધ્ધાળુઓની આસ્થાની જેમ કેટલાક નામી અન્નક્ષેત્રો જ આવા ભૂખ્યાઓને જરૂરિયાતવાળાઓને યથાશક્તિ અન્ન આપે છે.

કુંકાવાવ ખાતે લોક્સેવક શ્રી લક્ષમનભાઈ ભગતે સ્થાપેલું રામરોટી ઘર, જે હાલ ૩૦ વર્ષથી ગોબરભાઇ ભગત ચલાવી રહ્યા છે. જેનો સાધુ, સંતો અભ્યાગતો લાભ લઈ રહયા છે, આ અન્નક્ષેત્ર માટે કોઇ ફંડફાળો થતો નથી તેમ હાથ લાંબો કરી ભંડોળ ઉઘરાવાતું નથી, નામી-અનામી દાતાઓ દ્વારા અનાજ, તેલ, ગોળ, મરીમસાલા જેવી સામગ્રીઓના દાન મળતા રહ્યાં છે.