કુંકાવાવ

આપ સૌના પ્રેમ, લાગણી અને અકલ્પનિય પ્રતિસાદ માટે વેબકિંગ સોલ્યુશન્સ આપનો આભાર માને છે. આપ સૌના માર્ગદર્શન ને ધ્યાન માં લઈ વેબસાઈટ માં નીચે મુજબના ઘણા સેકશન નો ઉમેરો કરેલ છે. આવી જ રીતે અમારા પથદર્શક બનતા રહો. આભાર – વેબકિંગ સોલ્યુશન્સ

નવા ઉમેરેલા સેકશન : કુંકાવાવનું ગૌરવ(વર્તમાન ગૌરવ), કુંકાવાવ વિકાસ(નવુ બસસ્ટેશન), વિડીયો ગેલેરી(વિડીયો), ફોટોગ્રાફ ગેલેરી(નવા ફોટોગ્રાફ), સમાચાર(કુંકાવાવ સમાચાર, જીવંત સમાચાર, અવસાન નોંધ), કુંકાવાવ રત્નો(ગોબરભાઇ ભગત ,જે. ડી. સાહેબ ), અમ ને અનુસરો.


ડાયરામાં કુંકાવાવના ઈતિહાસની વાતો

 

કુંકાવાવ કહો યા શુધ્ધ શબ્દ કુમ કુમ વાવ. વાપી એટલે નાનું તળાવ કે તળાવડી. સંસ્ક્રુત ભાષામાં વાપીનો અર્થ છે ઢાળ પડતાં પગથિયાંવાળો લંબાણે અંદર ઊતરવાના પગથિયાં વાળો કુવો. અને ત્રીજો અર્થ દિશા થાય છે. આ કુમ કુમ વરણી ધરતી અને ચારેય દિશામાં વાવ આવેલી હોય તેનું નામ કુંકાવાવ પડયું હશે… અરજણસુખને કેડે આવેલી મોટી વાવ કહેવાય છે. જે પગથિયાવાળી અને કલાત્મક બાંધણી વાળી છે. બીજી નાની વાવ નાજાપુરના રસ્તે, ત્રીજી લોકીમાં (ખારાપાટમાં) હતી જે દટાઇ ગઈ છે. ચોથી વાવ બગસરા રોડ પર કન્યાહાઇસ્કૂલની સામે હતી, જે દટાઇ ગઈ. પાંચમી વાવ મેઘપુરનો ટીંબો અને સુર્યમુખી ભૂરિયા હનુમાનજીના મંદિર બહારની બાજુએ જેના અવશેષ જોઈ શકાય છે.અને છઠ્ઠી વાવ અમરાપુરના રસ્તે આવેલી છે.મોટી કુંકાવાવની બાજુમાં ગામ નાની કુંકાવાવ છે. લોકવાયકા મુજબ બાર ગામના ટીંબા ભાંગી હાલનું કુંકાવાવ વસ્યુ. જેમાં મેઘપુરનો ટીંબો, ઊંચડીનો ટીંબો, શીતળા હનુમાનજી, લોકી,નાની કુંકાવાવનો મારગ છે. ત્યાં તથા નાના આંકડિયાનો ટીંબો. આમ ફરતા ટીંબા ભાંગીને હાલનુ કુંકાવાવ વસ્યુ છે.

બીલખા રાજ્યનું ગામ

બીલખા રાજ્યના મૂળ પુરૂષ વીરાવાળા હતા. જેના ઉપરથી વીરાણી શાખા કહેવાતી. વીરાવાળાને ત્રણ પુત્રો હતા.કુંપાવાળા,ઓઘડવાળા,અનેકાથડવાળા. જેમાં બીલખાના રાજવંશની સ્થાપના ઓઘડવાળાએ કરી હતી. વીરા વાળાને ત્યાં ઓઘડવાળાનો જન્મ કોઈ યોગી સંતના ( જેરામ ભારથી) આશીર્વાદથી થયેલો એવી લોકવાયકા છે.અને તેમને રાજ મળશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી.એ હકીકત બની રહી.કેમ કે ઓઘડવાળાના જન્મ વખતે જ તેમના પિતા વીરાવાળાને જૂનાગઢના નવાબે બીલખા ૧/૩ ભાગ કુંવર પછેડામાં આપ્યો હતો.બીલખામાં તે સમયે ખાંટ લોકોનું શાસન હતું.અને ભાયામેર (ઇ.સ. ૧૭૬૦) ત્યાંના શાસક હતા. તે સમયે કાઠિઓ અને ખાંટ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા, તે પછીથી વાળાઓએ બીલખાની ચોવીસી સંપૂર્ણ હસ્તક કરી.

લેખક :- કિશોરચંદ્ર ર. ત્રિવેદી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ – મોટી. જિ. અમરેલી.

પાછળ